હવામાન વિભાગે આજે રાજ્યમાં ચાર જિલ્લામાં હિટવેવની આગાહી કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબીમાં યલો એલર્ટ જ્યારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટમાં આજે ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. સોમવારે રાજકોટમાં સિઝન
.
આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી
રાજ્યમાં મહત્તમ તાપમાન 40 થી 45 ડિગ્રીની વચ્ચે રહેવાનું અનુમાન
હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીમાં આજે ગરમીનું યલો એલર્ટ જ્યારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટમાં આજે તાપામનનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, ત્યારબાદ ગુજરાતના કેટલાક પ્રદેશમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. ગુજરાત પ્રદેશમાં આજથી 1 મે દરમિયાન મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. આગામી 2 દિવસ દરમિયાન 40 થી 45 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. આજથી 1 મે દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો પર ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની સંભાવના છે.
29 એપ્રિલે વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન
અમદાવાદમાં છેલ્લે 2022માં એપ્રિલમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું મંગળવારે અમદાવાદમાં સિઝનની સૌથી વધુ 44.8 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. પારો અચાનક ઉંચકાવાની સાથે આખો દિવસ ગરમ લૂ જેવો પવન ફૂંકાયો હતો. આગામી દિવસોમાં અમદાવાદમાં ગરમીનો પારો 45ને પાર થવાની શક્યતા હવામન વિભાગે વ્યકત કરી છે. અગાઉ 2022માં 29 એપ્રિલે 44.4 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જો કે, 2024માં એપ્રિલમાં એક પણ દિવસ ગરમીનો પારો 43 ડિગ્રીએ પણ પહોંચ્યો ન હતો.
2002માં એપ્રિલમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ હતી હવામાન નિષ્ણાંત અંકિત પટેલના મતે અમદાવાદમાં વર્ષ- 2022માં 29 એપ્રિલે 44.4 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ વર્ષ- 2023 અને 2024માં અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ રહ્યો છે. ત્યારબાદ 29 એપ્રિલ-2025ના રોજ ગરમીનો પારો 44.8 ડિગ્રીએ પહોંચતાં અમદાવાદમાં બે વર્ષ બાદ સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. તેમજ આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદમાં પારો 45.0 ડિગ્રી પહોંચી શકે છે. જો કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં વર્ષ 2002માં એપ્રિલમાં 45.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. તેમજ 27 એપ્રિલ 1958ના રોજ 46.2 ડિગ્રી ઓલ ટાઇમ રેકોર્ડબ્રેક ગરમી નોંધાઇ છે.
લૂ કે હીટવેવ શું છે? જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે તો એને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે.
હીટસ્ટ્રોકનું કારણ શું છે? આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે, પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન, એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે ત્યારે આ સ્થિતિને હીટસ્ટ્રોક કહેવામાં આવે છે.
હીટસ્ટ્રોકના કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય? હીટસ્ટ્રોકના કિસ્સામાં સૌપ્રથમ શરીરના વધેલા તાપમાનને કંટ્રોલ કરવાની અને ડિહાઇડ્રેશન દૂર કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં આ ઉપાયો અપનાવી શકાય છે, જેમ કે-
જો કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પીડિત હોય, જેમ કે સ્ટટરિંગ, બેભાન થવું અથવા માનસિક ધ્રુજારી, આ સ્થિતિ ખતરનાક લેવલના હીટ સ્ટ્રોકની છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ, કારણ કે આમાં શરીરનાં અંગોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. વ્યક્તિએ પોતાની જાતે કોઈપણ પ્રકારની સારવાર ન કરવી જોઈએ, કારણ કે આવી સ્થિતિમાં થોડી બેદરકારી પણ દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે.
હીટસ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ?
હીટસ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ? નિષ્ણાત તબીબના જણાવ્યા મુજબ, હીટસ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતાં પહેલાં કંઈક ખાવું. દાદા અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, એની પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો.
આ ઉપરાંત તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડું પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણવાર પીવું જોઈએ. આ હીટસ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.
જે લોકો હીટસ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને એને શરીર પર લગાવો, એનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટસ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.
ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટસ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.
Skip the extension — just come straight here.
We’ve built a fast, permanent tool you can bookmark and use anytime.
Go To Paywall Unblock Tool